Saturday, 25 October 2014

મને મજા આવે

તુ કોઈક તો એવી વાત કર કે, મને મજા આવે.
આમ તો છે,સપનાં ઘણાં મારાં
બધા નહી,એક-બે તો સાર્થ કર, કે મને મજા આવે.

રોટલો,ડુંગળી,ગોળ અને મરચું મને બહું ભાવે છે.
ઘી ની મને લાલસા નથી,તેલ થોડું મળી આવે છે.
તું રોજ નહી ક્યારેક તો મારી વાનગી માં સ્વાદ ભર,કે મને મજા આવે.

હવે તો જીવી લવું છું ઝિંદગી મારું નસીબ માંની
તુ પણ થોડો હવે નસીબ માં તો ફેરફાર કર,કે મને મજા આવે.

હા,એને ભૂલવું મારા માટે અશક્ય છે.પણ એને તો કેહ કે ક્યારેક મને યાદ કરે,તો મને મજા આવે.

બહું સાંભળ્યું લોકો નુ,ઘણું કર્યું અનેકો નું,
હવે તો તારા મન સાથે સંવાદ કર,તો મને મજા આવે.

તુ કોઈક તો એવી વાત કર કે, મને મજા આવે.
આમ તો છે,સપનાં ઘણાં મારાં
બધા નહી,એક-બે તો સાર્થ કર, કે મને મજા આવે.

લિખીતન
વિપુલ બોરીસા

No comments:

Post a Comment