Friday, 10 July 2015

કંકોત્રી

ધાર્યું જ ક્યાં હતું મે,દુખ મારું એમનો તહેવાર થઇ જાશે.
કંકોત્રી મળી છે એમની,પ્રીત હવે મારી વ્યવહાર થઇ જાશે.

નજર હજુય એમની એવીજ છે,મારા પર
ફર્ક બસ એટલો,લાગણીઓ હવે દુશવાર થઇ જાશે.

આંગળી નાં ચીંધો હવે મારા પર આ રીતે
રહેવા દો,નહી તો મેહફિલ માં હાહાકાર થઇ જાશે.

ચૂપ રહેવા દો,મને મારાં જ મૌન માં
શબ્દો જો નીકળ્યાં મારાં,તો આ પ્રસંગ લાચાર થઇ જાશે.

મને ક્યાં ખબર હતી "ઘાયલ"
પ્રેમ કરતાં-કરતાં તે,એક દિવસ હોશિયાર થઇ જાશે.

વિપુલ બોરીસા