Thursday, 29 October 2015

અછાન્દ્શ

માન તું તો હું ય જાણું
જાણ તું તો હું ય માનું

કાચ હું એ હું ય જાણું
તોડ તું તો હું ય માનું

રાગ હું એ હું ય જાણું
છેડ તું તો હું ય માનું

દાગ હું એ હું ય જાણું
લૂછ તું તો હું ય માનું

રાત હું એ હું ય જાણું
જાગ તું તો હું ય માનું

વિપુલ બોરીસા

Saturday, 15 August 2015

आज़ादी - 69

जब भी अगस्त और जनवरी आती हे,
तभी क्यों सब को देश की याद आती हे।

दिल में जिसे सजाना चाहिये,उस तिरंगे से
सिर्फ एक दिन क्यों गलिया सजाई जाती हे।

देश का हाल सच में क्या जाना हे तुने,
बस स्टेटस और प्रोफाइल बनाइ जाती हे ।

बस तु खामोश बनकर तमाशा देख
सच के बाज़ार में यहाँ,जूठ की सप्लाई जाती हे।

सोच ना यार,क्या सच में तु आज़ाद हे ?
साथ में दीवाली और ईद,कहाँ मनाई जाती हे ।

जब भी अगस्त और जनवरी आती हे,
तभी क्यों सब को देश की याद आती हे ।

विपुल बोरीसा

Sunday, 9 August 2015

ग़ज़ल -10.08.15

बे-इन्तहा,बे-खौफ सी चाहत हे मेरी ।
जिस्म से नही,रूह से मोहब्बत हे मेरी ।

हर वक़्त तो में पास नहीं होता उसके
फिर भी मेहसूस उसे ,हरारत हे मेरी ।

जब भी करता हु,याद उसको दिल से
हाथ जोड़ लेता हु,यही इबादत हे मेरी ।

कुछ इस तरह छु लेते हम,एक दूसरे को
हर हरकत संभाली हे,ये हिफाज़त हे मेरी ।

अगर जुदा ही करना था,तो मिलाता क्यु हे
बस ईतनी ही खुदा तुज से,शिकायत हे मेरी ।

विपुल बोरीसा

Thursday, 6 August 2015

Ghazal

दोनों तरफ एक जैसा ही मंज़र हे ।
छुपा रहे हे दोनों,जो दिल के अंदर हे l

वेसे तो फूल यहाँ खिलते हे,हरतरफ
ऐसे भी बाग़ हे यहाँ,जो बंजर हे ।

हम तो तैयार कब से हे खडे,दिलभर
हमें पता हे,तेरी आँखे ही खंजर हे ।

इतना ही गुमाँ हे,तो आ आज़माले
दिल तो, हम भी रखते समंदर हे ।

तु थक जायेगी बेवफाई करते-करते
वफ़ा के तो हम आज भी सिकंदर हे ।

विपुल बोरीसा

Friday, 10 July 2015

કંકોત્રી

ધાર્યું જ ક્યાં હતું મે,દુખ મારું એમનો તહેવાર થઇ જાશે.
કંકોત્રી મળી છે એમની,પ્રીત હવે મારી વ્યવહાર થઇ જાશે.

નજર હજુય એમની એવીજ છે,મારા પર
ફર્ક બસ એટલો,લાગણીઓ હવે દુશવાર થઇ જાશે.

આંગળી નાં ચીંધો હવે મારા પર આ રીતે
રહેવા દો,નહી તો મેહફિલ માં હાહાકાર થઇ જાશે.

ચૂપ રહેવા દો,મને મારાં જ મૌન માં
શબ્દો જો નીકળ્યાં મારાં,તો આ પ્રસંગ લાચાર થઇ જાશે.

મને ક્યાં ખબર હતી "ઘાયલ"
પ્રેમ કરતાં-કરતાં તે,એક દિવસ હોશિયાર થઇ જાશે.

વિપુલ બોરીસા

Thursday, 7 May 2015

મૃત્યુ

જીવ જીવન સાથે સંતાકૂકડી રમી રહ્યું છે.
મારુ આવનરુ મૃત્યુ આજે મને બહુ ગમી રહ્યું છે.

શેષ કશુજ બાકી નથી,
જીર્ણ થઇ ગયેલી જીવન ની દીવાલ પર થી ચૂનાની માફ્ક એક-એક સ્વપ્ન ખરી રહ્યું છે.
મારુ આવનારુ મૃત્યુ આજે મને બહુ ગમી રહ્યું છે.

કેવી જાહોજલાલી છે,મને 
આજે પરિજન સાથે કોઈ પારકુ પણ પહેરો ભરી રહ્યું છે.
મારુ આવનારુ મૃત્યુ આજે મને બહુ ગમી રહ્યું છે.

જેને રડાવ્યો મને ઊમ્રભર,
નીર આજે એની આંખ માંથી પણ વહી રહ્યું છે.
મારુ આવનારુ મૃત્યુ આજે મને બહુ ગમી રહ્યું છે.

બહુ વટ હતો ને તને "ઘાયલ" ,
જો શિશ આજે તારુ પણ નમી રહ્યું છે.
મારુ આવનારુ મૃત્યુ આજે મને બહુ ગમી રહ્યું છે.

વિપુલ બોરીસા

Thursday, 5 March 2015

હોળી

જીવન નો એક અદભુત અજોડ પ્રસંગ યાદ આવ્યો.
આવી  હોળી ને મને રંગ યાદ આવ્યો.

હતો એ મંગળવાર,ને પાછી સંકટ ચોથ પણ જોગાનુજોગ એ સંજોગ યાદ આવ્યો.
આવી હોળી ને મને રંગ યાદ આવ્યો.

રાત્રિ એ જે થઇ હતી એ મુલાકાત ની, ક્ષણ-ક્ષણ નો સંગ યાદ આવ્યો.
આવી હોળી ને મને રંગ યાદ આવ્યો.

મન થી માનેલી સાજણ ના માથે લગાવેલ મારાં રક્ત નો લાલ રંગ યાદ આવ્યો.
આવી હોળી ને મને રંગ યાદ આવ્યો.

"ઘાયલ" આમ તો જીવી લઉં છું,પણ ઘડી બે ઘડી નહી આજે તો મને એ સળંગ યાદ આવ્યો.
આવી હોળી ને મને રંગ યાદ આવ્યો.

હજુય જાણે અકબંધ હોય એમ એ સંબંધ યાદ આવ્યો.
આવી હોળી ને મને રંગ યાદ આવ્યો.

વિપુલ બોરીસા

Friday, 13 February 2015

Happy valentines day

બે શબ્દો માં તારું ને મારું જીવન વિચારું.
"રાધા-કૃષણ"ક્યાં તો "શિવ-પાર્વતી"સાથે તારું ને મારું નામ કંડારું.

લિખીતન
વિપુલ બોરીસા

મારા મતે પ્રેમ એટલે શુ ?
ફક્ત તું અને હું,માત્ર હું અને તું.
પછી,ના તું રહે તું,ના હું રહે હું.
આપણે બે એજ સર્વસ્વ ને એજ બધું.

લિખીતન
વિપુલ બોરીસા
શુભ સવાર

Sunday, 8 February 2015

પ્રેમ ની રીત

તારી ને મારી વચ્ચે એક રીત તો રેહવાની.
તું મારા થી દૂર,હુ તારા થી દૂર
પણ આપણી વચ્ચે પ્રીત તો રેહવાની.

તારી ને મારી આ હાર માં એક અનોખી જીત તો
રેહવાની.
તું મારા થી દૂર,હુ તારા થી દૂર
પણ આપણી વચ્ચે પ્રીત તો રેહવાની.

અરે ગમ ના કર,તારા ને મારા પ્રેમ આગળ આ દુનિયા ભયભીત તો રેહવાની.
તું મારા થી દૂર,હુ તારા થી દૂર
પણ આપણી વચ્ચે પ્રીત તો રેહવાની.

ખુદા ને પણ મે કહી દીધું,માત્ર એને જ પામવાની આપણી અંત સુધી જીદ્દ તો રેહવાની.
તું મારા થી દૂર,હુ તારા થી દૂર
પણ આપણી વચ્ચે પ્રીત તો રેહવાની.

લિખીતન
વિપુલ બોરીસા