Thursday, 5 March 2015

હોળી

જીવન નો એક અદભુત અજોડ પ્રસંગ યાદ આવ્યો.
આવી  હોળી ને મને રંગ યાદ આવ્યો.

હતો એ મંગળવાર,ને પાછી સંકટ ચોથ પણ જોગાનુજોગ એ સંજોગ યાદ આવ્યો.
આવી હોળી ને મને રંગ યાદ આવ્યો.

રાત્રિ એ જે થઇ હતી એ મુલાકાત ની, ક્ષણ-ક્ષણ નો સંગ યાદ આવ્યો.
આવી હોળી ને મને રંગ યાદ આવ્યો.

મન થી માનેલી સાજણ ના માથે લગાવેલ મારાં રક્ત નો લાલ રંગ યાદ આવ્યો.
આવી હોળી ને મને રંગ યાદ આવ્યો.

"ઘાયલ" આમ તો જીવી લઉં છું,પણ ઘડી બે ઘડી નહી આજે તો મને એ સળંગ યાદ આવ્યો.
આવી હોળી ને મને રંગ યાદ આવ્યો.

હજુય જાણે અકબંધ હોય એમ એ સંબંધ યાદ આવ્યો.
આવી હોળી ને મને રંગ યાદ આવ્યો.

વિપુલ બોરીસા